અપલખણી ના ભારે! આ યુવકને સાપ સાથે મસ્તી કરવી ભારે પડી ગઈ, સાપે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 5:12 pm, Sat, 19 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારા પણ ધબકારા વધી જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવકને પકડીને તેની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકે તેની સામે ત્રણ સાપને પકડીને મૂક્યા છે.

ત્યાર બાદ યુવક ત્રણેય આપની સામે બેસી જાય છે. અને થોડીક વાર બાદ સાપ ની સામે બેસીને પોતાના હાથ હલાવવાનું શરૂ કરી દે છે. આ વ્યક્તિને જોઇને સાપ પણ પોતાનું માથું હલાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે અચાનક એક સાપ યુવકના પગ પર જોરદાર પ્રહાર કરે છે.

સાપના પ્રહારથી યુવક ગભરાઈ જાય છે અને સાપથી દૂર ચાલ્યો જાય છે. આ વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઘણા લોકો કહી રહ્યા છે કે કોઈપણ દિવસ કોઈ પણ પ્રાણી સાથે આ પ્રકારની હરકત કરવી ન જોઈએ. આ વિડીયો ટ્વીટરમાં IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વિડીયો 52 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત હજારથી પણ વધારે લોકોએ વિડીયોને લાઈક કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!