મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વિડીયો તમારા ચહેરા પર ખુશી લાવી દેતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકી થઈ જતા હોઉં છું. તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં લોકો ફેમસ થવા માટે બાઈક પર અવારનવાર સ્ટંટ કરતા હોય છે.
અમુક વખત તો ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ ગજબ સ્ટંટ કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવા જઇક સ્ટંટનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ચાર ટાયરની એકટીવા સુતા-સુતા ચલાવી રહ્યો છે.
આ એકટીવા સુતા-સુતા ચલાવી શકાય તેવી રીતે મોડીફાઇડ કરવામાં આવી છે. એકટીવા પર પલંગ બનાવવામાં આવ્યો છે અને તેના પર એક ગાદલું પણ નાખવામાં આવ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એકટીવા ચાલક કેવી રીતે આરામથી સુઈને એકટીવા ચલાવી રહ્યો છે.
આ દ્રશ્યો જઈને અન્ય વાહનમાં સવાર એક વ્યક્તિએ એકટીવા ચાલકનો વિડીયો ઉતારી લીધો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને ઘણા લોકો ચોકી ઉઠ્યા છે અને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા છે.
View this post on Instagram
આ રમુજી વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @redhiyal નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 80 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 4 લાખથી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તો કહી રહ્યા છે કે આને હેવી ડ્રાઇવર કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment