ભારે કરી…! તેલનો ડબ્બો મોંઘો થતા, સુરતમાં એક યુવકે તેલના ડબ્બાની ચોરી કરી…જુઓ CCTV ફૂટેજ

સુરત શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ચોરીની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં કિંમતી વસ્તુઓની ચોરી કરવામાં આવે છે. પરંતુ હાલમાં સુરતમાં અમરોલીમાં બનેલી એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ચોર તેલના ડબ્બાની ચોરી કરતા ઝડપાયો છે.

અમરોલી પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પોલીસને તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડના 14 નંગ તેલના ડબ્બા મળી આવ્યા હતા. મિત્રો દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દેશમાં ખાદ્ય તેલના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે.

સતત તેલના ડબ્બાના ભાવમાં વધારો થતા હવે દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરીની ઘટનાઓ પણ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી એક તેવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમરેલી કોસાડ આવાસ ખાતે રહેતા અને મોબાઈલ રીપેરીંગ નો વ્યવસાય સાથે સંકળાયેલા મહમદ અરબાઝ ગુલામ શબીર શેખ આમના યુવકને અમરોલી પોલીસે ઝડપ્યો હતો.

આ યુવક પાસેથી પોલીસને અલગ અલગ બ્રાન્ડના 35,000ની કિંમતના 14 નંગ તેલના ડબ્બા મળી આવ્યા હતા. અમરેલી પોલીસે આરોપી યુવકની કડક પૂછપરછ કરી ત્યારે અમરેલી પોલીસ મથકના નોંધાયેલા ત્રણ ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.

સમગ્ર ઘટનાને લઈને અમરોલી પોલીસે જણાવ્યું કે, આરોપી શહેરમાં અલગ અલગ કરિયાણાની દુકાનમાંથી તેલના ડબ્બા જોડતો હતો. આ દરમિયાન એક દુકાન પર જ્યારે આરોપી તેલના ડબ્બા ચોરતો હતો ત્યારે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં તમે જોઈ શકો છો કે, આરોપી ગ્રાહક બનીને દુકાને પહોંચ્યો હતો.

ત્યારબાદ બે તેલના ડબ્બા ખરીદવા માટે દુકાનદાર પાસેથી તેલના ડબ્બા બહાર કઢાવે છે. ત્યારબાદ આરોપી દુકાનદારને વાતોમાં ભોળવીને ત્યાંથી બે તેલના ડબ્બા મોપેડ પર મૂકીને ફરાર થઈ જાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તેની ધરપકડ કરી લીધી છે અને આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*