ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ મતદારો સુધી પહોંચવા માટે સ્નેહમિલન સહિતના કાર્યક્રમો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા જન જાગૃતિ અભિયાન
અંતર્ગત ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધબારણે થયેલી બેઠકથી રાજ્યમાં પાટીદાર રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં લગભગ અઢી દાયકાથી સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ સત્તાના સિંહાસન પર બેસવા માટે પાટીદાર મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે પ્રયત્નશીલ બની હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી અનેક નામો ની અટકળો વચ્ચે ગુજરાતમાં પોતાના પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષ નેતા નામની જાહેરાત કરી છે.
જોકે આ બંને પદ માટે કોંગ્રેસ દ્વારા પાટીદાર નેતા ની જગ્યાએ ઠાકોર અને આદિવાસી નેતાને કમાન સોંપી અને જાતિગત સમીકરણ બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે.કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઓબીસી નેતા
જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે આદિવાસી ચેહરા સુખરામ રાઠવા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના
કારમા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સિવાય પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ નું અવસાન થયું હતું જે બાદ રઘુ શર્માને નિમણૂક કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment