જામનગરમાં જળબંબાકારની સ્થિતીને પગલે NDRF ની ટીમ દ્વારા કરવામાં આવ્યું દીલધડક રેસ્ક્યુ, જુઓ વિડિયો

94

છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જામનગર શહેર અને અનેક બીજા કેટલાક જિલ્લાઓમાં બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને ગામડાઓમાં નદીના પાણી ઘુસી ગયા છે. જામનગર થી કાલાવડ અને રાજકોટ તરફ ના બંને રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે.

જામનગરના કાલાવડ માં ભારે વરસાદના કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે કેટલાય લોકો ફસાઇ ગયા છે. ત્યારે પાણીમાં ફસાઈ ગયેલા લોકોને NDRF ની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં વરસાદની વાત કરીએ તો ગઇકાલે ભારે વરસાદના કારણે રાજકોટમાં વરસાદી પાણીમાં ચાર કાર ફસાઇ જવાની ઘટનાઓ સામે આવી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે. મળતી માહિતી મુજબ ભાદર ડેમમાં સૌથી વધુ પાણીની આવક થઇ છે. મળતી માહિતી મુજબ ગઇકાલે ભારે વરસાદના કારણે રાજકોટમાં બપોર સુધીમાં 10.5 જેટલો વરસાદ નોંધાયો હતો.

ઉપરાંત જિલ્લાના 25 ડેમમાંથી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. મળતી માહિતી મુજબ રાજકોટના આજી-2 ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલી નાખવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે જામનગર અને રાજકોટ માં ઘણા લોકો ઘરમાં ફસાઈ ગયા હતા.

ત્યારે રાજ્યની પોલીસ, SDRF, NDRF ની ટીમ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા ઘણા લોકોને રજૂ કરવામાં આવ્યા છે. એટલા માટે આ તમામ રેસ્ક્યૂ ટીમના લોકો માટે એક વખત વાહ વાહ કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!