ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં હાર્ટ એટેકના બનાવમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકની આવી વધુ એક ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટ શહેરમાંથી સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેક થી મોતની ત્રીજી ઘટના સામે આવી છે.
સુરત, મોરબી અને હવે રાજકોટમાં વધુ એકનું હાર્ટ એટેક થી મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળેલી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કારણે એક 19 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે. આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો અને તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી.
ત્યારબાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો, યુવકના મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને યુવકનું અકાળે અવસાન થતા પરિવારમાં શોકનું મોજુ ફરી મળ્યું છે.
ત્યારે હાર્ટ એટેક ના કારણે વધુ એક યુવકનું મોત ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાંથી સામે આવ્યું છે. સુરતમાં આવેલા ખટોતરા વિસ્તારમાં બાઈક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુત નામના વ્યક્તિનું હાર્ટ એટેક ના કારણે મોત નીપજ્યું છે. મળેલી માહિતી અનુસાર આ વ્યક્તિ ત્રણ દિવસ અગાઉ જ રાજસ્થાન થી સુરત આવ્યો હતો.
મૃતક વ્યક્તિ રાજસ્થાન નો વેપારી છે જે સુરતથી કાપડ લઈને વેચી રહ્યો હતો. સમગ્ર ઘટના બાદ મૃતક ના મૃતદેહને પોસ્ટમોટમ માટે લઈ જવામાં આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર રાજસ્થાનના મૃતક વેપારીનું નામ કાનજી સિંહ રાજપુત છે અને તે ત્રણ દિવસ પહેલા સુરત આવ્યા હતા.
કાનજી સિંહ સુરતમાં કાપડની ખરીદી કરીને તે કાપડ રાજસ્થાન વેચતા હતા. આ દુર્ઘટના પછી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો કારણ કે મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment