ગુજરાતના લોકલાડીલા એવા ખજૂર ભાઈને તો આપણે સૌ કોઈ લોકો ઓળખીએ જ છીએ. ખજૂરભાઈ કે અત્યાર સુધીમાં સેકડો ગરીબો લોકોના ઘર બનાવીને તેમને એક નવું જીવન આપ્યું છે અને તેમના દુઃખ ભર્યા જીવનને દૂર કરીને તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે.
ખજૂરભાઈના સેવાકીય કામના વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. ત્યારે આજે આપણે ખજૂર ભાઈના એક સેવાકીય કામ વિશે વાત કરવાના છીએ.વાત કરીએ તો આણંદ તાલુકાના પેટલાદ જિલ્લાના ગામમાં ખજૂરભાઈ એક અનાથ બાળકની મદદ કરવા માટે પહોંચ્યા હતા.
મિત્રો આ નાનકડા એવા બાળકનું દુઃખ સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો આ બાળકનું નામ નયન છે અને તેના માતાનું નિધન થઈ ગયું છે. નયનના પિતા ક્યાં છે તેની હજુ કોઈ પણ માહિતી છે નહીં.
તે પોતાના નાનકડા એવા મકાનમાં એકલો રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું જીવન જીવે છે. નયનને બોલવામાં તકલીફ છે.નયન પ્રાથમિક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે. નયન પોતાનું જીવન જીવી રહ્યો હતો. આ દરમિયાન જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે તેનું નાનકડું એવું કાચું મકાન પડી ગયું હતું.
પછી તો ધીમે ધીમે નયન પોતાનું મુશ્કેલી ભર્યું જીવન જીવતો હતો. આ દરમિયાન આખરે નયનનો સમય બદલાયો અને ખજૂર ભાઈ નયનની મદદ માટે તેની પાસે પહોંચી આવ્યા. મિત્રો ખજૂર ભાઈ નયનને નવું મકાન બનાવી દે છે અને પછી નયનનું નવું જીવન શરૂ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment