મિત્રો ભારતે કૃષિ પ્રધાન દેશ છે જ્યાં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને હાલમાં ખેડૂતો અલગ અલગ ખેતી કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના એક કોયલી નામના ગામમાં કૌશિકભાઈ પટેલે એક એકર જમીનમાં બે વર્ષ પહેલા ખેતી કરવાની શરૂઆત કરી હતી
અને આમ તો તેઓ વ્યવસાયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની સરકારી નોકરી કરી રહ્યા છે પરંતુ એમને ખેતી કરવાનો શોખ હોવાથી તેમને બે વર્ષ પહેલાં ખેતી ની શરૂઆત કરી હતી.તેઓ એક જ જમીનમાં વિવિધ પ્રકારના શાકભાજીઓ ઉગાડી રહ્યા છે
અને ખાસ કરીને તેઓ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જેમાં ખાતરમાં પણ ઉપયોગ કરતા નથી જેવી રીતે જંગલમાં વૃક્ષો પોતાની જાતે ઉગે છે અને જાતે જ પોષણ મેળવે છે એવી જ રીતે કૌશિલ ભાઈ ખેતી કરી રહ્યા છે.જેમાં આ વર્ષે ખાસ 3.5 એકર જમીનમાં તેઓએ કાળા બટેકાની ખેતી કરી છે.
સામાન્ય બટાકાની જેમ જ કાળા બટેકાની ખેતી કરવામાં આવે છે તેમાં કોઈ ખાસ નવીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. કાળા બટાકાનું બિયારણ મોંઘો હોવાથી ઉત્પાદન પણ ઓછી માત્રામાં થતું હોય છે ત્યારે કાળા બટાકાનું બિયારણ મુશ્કેલીથી મળતું હોવાના કારણે આ વર્ષે લગભગ તેઓએ 100 થી 200 કિલો બટાકાનું ઉત્પાદન કર્યું છે
અને આ કાળા બટેકા નો ભાવ ₹200 કિલો હોય છે.કાળા બટાકામાં સ્ટાર્સનું પ્રમાણ ઓછું હોય છે તથા કાળા બટેકામાં વિટામીન મેગેઝીન કોપર ઝીંક જેવા તત્વો સામાન્ય બટાકા કરતા વધારે હોય છે. ડાયાબિટીસના લોકોને જ્યારે ડોક્ટર બટાકા ખાવાની ના પાડે છે પરંતુ તેઓ આ કાળા બટાકાને ખાઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment