રાજ્યસભામાં થઈ માથાકૂટ, મહિલા માર્શલ્સ સાથે થયું… જુઓ વિડિયો.

82

રાજ્યસભામાં મોનસુન સત્ર નો છેલ્લો દિવસ હતો ત્યારે રાજા સભામાં થયેલા હોબાળા નો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા માર્શલ્સ ની સાથે જોરદાર ધક્કામુક્કી કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર પ્રથમ વખત ગૃહની ગરીમા ને નુકસાન પહોંચ્યું હતું.

ત્યારે વિપક્ષે નો દાવો છે કે માર્શલ્સ મહિલા સાંસદ સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઉપરાંત સમગ્ર મામલા પર સરકાર વતી પિયુષ ગોયેલે કહ્યું હતું કે વિપક્ષે બિનસંસ્કારી વર્તન કર્યું હતું અને મહાસચિવ અને સ્ટાફના લોકો સાથે માથાકૂટ કરવામાં આવી હતી.

એક વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે બંને પક્ષો વચ્ચે માથાકૂટ ચાલી રહી છે અને મહિલા માર્શલ્સને પણ છોડવામાં આવતી નથી. મળતી માહિતી મુજબ ઓબીસી બિલ પાસ થયા બાદ બીમા બિલ પર ચર્ચા શરૂ થઈ હતી. અને ત્યારબાદ આ સમગ્ર માથાકૂટ શરૂ થઈ હતી.

મળતી માહિતી મુજબ વિપક્ષે કહ્યું કે તમે ફક્ત OBC બિલ માટે જ કહ્યું હતું. આ સમગ્ર સમયે દરમિયાન ચેર તરફથી કાગળ ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર માથાકૂટમાં ચાલુ રહેતા માર્શલ્સ બોલાવાયા હતા.

આ ઉપરાંત અમે વીડિયોમાં જોઈ શકો છો કે સિક્યુરિટી જનરલના સ્ટાફ સાથે પણ ધક્કામુકી કરવામાં આવી હતી. વિપક્ષેના પ્રહારનો જવાબ આપતા 8 મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

આ ઉપરાંત મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું કે વિપક્ષી સાંસદોની ધક્કામુક્કીમાં મહિલા માર્શલ્સને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત મંત્રી પહલાદ જોશીએ પણ વિપક્ષ સરકાર પર ધક્કામુકી કરવાના આરોપ લગાવ્યો હતો. આ સમગ્ર વિડિયો @ANI ન્યૂઝ ચેનલે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં મૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!