ખેડૂતો માટે માથા સમાચાર, ભર ઉનાળે રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદ.

180

મોડી રાતે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં રાત્રે પવન ફૂંકાવાનો શરૂ થયો અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડવાના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

જિલ્લાના કેટલાક વિસ્તારો ઘઉંના પાકને નુકસાન થાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.12 એપ્રિલે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા.

બદલાવ બાદ પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ વરસી પડતાં સમગ્ર પંથક માં શિત લહેર વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં બપોર બાદ.

એકાએક વાતાવરણમાં બદલાવ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા જતા ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસી પડ્યો હતો.

ખાસ વાત એ છે કે મોનસુન ના શરૂઆતના મહિનામાં સારો વરસાદ થઇ શકે છે.સ્કાઈમેટે કહ્યું કે જૂન અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ ના સંકેત જોવા મળી રહે છે.

ઉત્તર ભારતના મેદાની ભાગ અને દેશના ઉત્તર પૂર્વના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ ઓછા પડી શકે છે. એજન્સીએ કહ્યું કે આંતરિક કર્ણાટકમાં પણ જુલાઈ-ઓગસ્ટમાં મોનસુન કમજોર રહેશે.ખાસ વાત છે કે આ બંને મહિનાને મોનસુન પ્રમુખ સમય માનવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!