લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો… સાયકલ લઈને જતા 19 વર્ષના યુવકને એવો દર્દનાક અકસ્માત નડ્યો કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહન ચાલકની ટક્કરના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર એક મહિના બાદ યુવકના લગ્ન હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલુ હતી અને પરિવારના બધા સભ્યો ખુશ હતા. તેવામાં દીકરાનું મોત થતાં જ પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ તનુજ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. તનુજ પોતાની સાઇકલ લઈને કોચિંગ માં જઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા વાહને તનુજને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે તનુજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તનુજ ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

આ વાતને આ સમાચાર મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને મળતા જ તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અહીં દીકરાનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. લગ્નના એક મહિના પહેલા જ દીકરાનું મોત થતા પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*