ફાફડા વેચીને દાદીમાં ચલાવે છે પોતાનું ગુજરાન, દાદીમાની હિંમતની કહાની સાંભળીને તમે પણ કહેશો કે…

72

તમે સોશિયલ મીડિયામાં ઘણા પ્રેરણાદાયક ઘટના ના વિડીયો જોયા હશે. ત્યારે તેવી એક કહાનીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ કહાની એક દાદીમાની છે. દાદીમા ની આ કહાની જાણીને તમે પણ વખાણ કરતા થાકશો નહીં.

મળતી માહિતી અનુસાર હા દાદીમા ની ઉંમર 75 વર્ષની છે અને તેમનું નામ કલાવતી દોશી છે. તેઓ પોતાનું ગુજરાન ફાફડા વેચીને ચલાવે છે. મળતી માહિતી મુજબ દાદીમા છેલ્લાં ચાલીસ વર્ષથી ફાફડા વેચવાનું કામ કરે છે.

દાદીમાની એટલી ઉંમર હોવા છતાં પણ તેઓ ફાફડા વેચે છે. અને તેમનો આ ઉત્સાહ જોઈને તમે દાદીમાની હિંમતની વાહ વાહ કરશો. આ ઉપરાંત દાદીમાને કહ્યું કે તેઓ વર્ષો પહેલા ગુજરાતી મહારાષ્ટ્રના નાગપુર શિફ્ટ થયા હતા.

જ્યાં દાદીમાના પતિને એક વર્ષ થઈ ગયું છતાં પણ રોજગારી મળી નહીં. ત્યારે દાદીમા પાસે માત્ર 60 રૂપિયા હતા છતાં પણ તેમને હિંમત હારી નહીં. અને ત્યારબાદ દાદીમાને ફાફડા વેચવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં તો દાદી માં દિવસ ને માત્ર 50 રૂપિયા કમાતા હતા. પરંતુ ધીમે-ધીમે દાદીમા ની દુકાન ખૂબ જ ચાલવા લાગી અને આજે દાદીમા ની દુકાન ફાફડાવાલે નામે ઓળખાય છે.

આ ઉપરાંત દાદીમા ને કહ્યું કે બાળકો એ મને કહ્યું હવે કામ કરવાનું બંધ કરો, પરંતુ છતાં પણ મેં કામ શરૂ રાખ્યું. દાદીમા ને કહ્યું કે લોકોને તેના બનાવેલા ફાફડા ખૂબ જ ભાવે છે. તેથી તેઓ હંમેશા કામ કરવા માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!