એ એ ઉડાડ્યા..! વેરાવળ-જુનાગઢ હાઇવે પર બેકાબુ કાર ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર લગાવતા સર્જાયો ભયંકર અકસ્માત… જુઓ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ…

હાલમાં અકસ્માતની(accident) સંખ્યાઓમાં ખૂબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર બેફામ રીતે વાહન હકાવતા વાહનચાલકોના કારણે અનેક ગંભીર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે. આવા લોકોની બેદરકારીના કારણે ઘણી વખત અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી એક ઘટના વેરાવળથી(Veraval) સામે આવી રહી છે.

ગીર સોમનાથના વેરાવળ-જુનાગઢ હાઇવે(Veraval-Junagarh Highway) પર એક કારે ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળ-જુનાગઢ હાઇવે પર શિક્ષક કોલોની નજીક ખૂબ જ ઝડપમાં કાર ચલાવતા વ્યક્તિએ અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે બેકાબુ બનેલી કાર સામેની બાજુમાં જતી રીક્ષા સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં રિક્ષામાં બેઠેલા ચાર જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આજુબાજુ માંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને રિક્ષામાંથી બહાર કાઢીને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

રિક્ષામાં સવાર 4 મુસાફરોને ગંભીર ઈજાઓ

અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, દૂરથી એક કાર ચાલક ખૂબ જ સ્પીડમાં આવતો નજરે પડી રહ્યો છે. આ કારચાલકો કોઈપણ પ્રકારના ડર વગર બેફામ રીતે કાર ચલાવી રહ્યો છે. કારની સ્પીડ વધારે હોવાના કારણે એક બાઈકને ઓવરટેક કરવાના ચક્કરમાં કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દે છે.

જેના કારણે બેકાબુ બનેલી કાર પોતાની સાઈડ માંથી રોંગ સાઈડમાં ચાલી જાય છે. આ દરમિયાન સામેના રસ્તા ઉપર જતી રીક્ષા ઉપર કાર અચાનક જ પલટી ખાઈ જાય છે. જેના કારણે ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં રીક્ષામાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે મોકલી આપ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની માહિતી પોલીસને મળ્યા બાદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*