આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને તેઓ પોતાના રહસ્યને ચમત્કારથી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે ત્યારે ઘણા ચમત્કારો એવા હોય છે જેને નજરે જોવા છતાં આશ્ચર્યમાં મુકાઈ જતા હોઈએ છીએ. ત્યારે તમારા મનમાં એક વિચાર આવ્યો હશે કે, આ અદભુત ચમત્કારમાં જરૂર દેવી-દેવતાની શક્તિ છુપાયેલી હશે.
આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભગવાન માતાજીનો હવન મરચાથી કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માતાજીના 51 શક્તિપીઠ છે પરંતુ આજે અમે તમને જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે માતા બમલેશ્વરી મંદિર છે. આ મંદિર છત્તીસગઢ રાજ્યના ડોંગરગઢમાં આવેલું છે.
જણાવી દઈએ કે, માતા બંગલેશ્વર મંદિર સુધી પહોંચવા માટે હજારો ભક્તોને હજારો પગથિયાં ચડવા પડે છે અને નવરાત્રી મંદિરમાં અહીં ખૂબ જ ભીડ હોય છે. આ મંદિરના રહસ્ય વિશે એવું જણાવવામાં આવે છે કે, અહીંના રાજા કામસેન સંગીત અને કળાના ખૂબ જ શોખીન હતા. તેમના દરબારમાં કામ કંડલા નામને ખૂબ જ સુંદર અને કળામાં નિપુણ એવી નર્તકી હતી.
આ ઉપરાંત, તેમની સાથે એક સંગીતકાર માધવાનલ હતા અને બંનેને પ્રેમનો સિલસિલો શરૂ થયો હતો. આ વાતની રાજાને ખબર પડતા માધવાનંદને રાજ્યની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારે માધવા નલ ઉજ્જૈનના રાજાને જણાવ્યું હતું કે, કામ કંડલાને મેળવવા તેમની સહાયતા કરે અને રાજા કામસેનને સંદેશો મોકલ્યો કે, બંને પ્રેમી યુગલને મળવા દે.
પરંતુ, કામસેને વિક્રમ આદિત્યની વાત માનવાની મનાઈ કરી જેના કારણે બંને રાજા વચ્ચે યુદ્ધ થયું. બંને યોદ્ધા હતા અને બંને ભગવાન ભોળાનાથના ભગત હતા અને એક માતાજી વિમલાનો ભગત હતો. બંને રાજાના ભયંકર યુદ્ધે કામ કંડલા અને માધવાનંલનું મિલન કરાવ્યું હતું અને ત્યારબાદ વિક્રમાદિત્યએ માતા વિમલેશ્વરીને પહાડીમાં પ્રતિષ્ઠા થવાની પ્રાર્થના કરી હતી.
ત્યારથી અહીં બમલેશ્વરી માતા સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે, લાલ મરચા શત્રુને નષ્ટ કરે છે અને એટલા માટે હવન સામગ્રીમાં લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે જે વ્યક્તિ આ હવન કરે છે. તેની જિંદગીમાંથી તમામ શત્રુઓ દૂર થઈ જાય છે.