મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ચેતવણી રૂપ અને ચોકાવનારો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. મિત્રો ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે અનેક જગ્યાએ ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે.
અને ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં નવી પાણીની આવક થતા, પાણી નદી પર બાંધેલા પુર પરથી પણ પસાર થતું હોય છે. તમે ઘણા એવા વિડીયો જોયા છે જેમાં કેટલાક લોકો આવા પુલ પસાર કરતી વખતે નદીમાં તણાઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ એક વિડિયો સામે આવી રહ્યો છે.
જેમાં નદીના જોરદાર પ્રવાહમાં એક કાર રમકડાની જેમ પાણીમાં તણાઈ જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ નદી પાર કરીને હીરો બનવા માગતો હોય છે. પરંતુ તેની હીરોગીરી તેનો જીવ જોખમમાં નાખી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પુલ પર ખૂબ જ જોરદાર પ્રવાહમાં નદીનું પાણી વહી રહ્યું છે.
જેના કારણે બંને બાજુ વાહનો ઉભા રહી ગયા છે. ત્યારે એક કાર્ડ ચાલક પુલની એક સાઇટથી બીજી બાજુ જવાની કોશિશ કરે છે. એટલા માટે તે વ્યક્તિ પુરપાટ ઝડપે પોતાની કાર બીજી બાજુ લઈ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ નદીના જોરદાર પ્રવાહો વચ્ચે તે કાર તણાઈ જાય છે.
આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વીડિયોની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. પરંતુ આ વિડિયો પરથી શીખવા મળ્યું કે, આવી જગ્યા પર ક્યારેય પણ આ પ્રકારની ઉતાવળ ન કરવી જોઈએ. કારણકે આપણી એક નાનકડી ઉતાવળ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.
ઉતાવળ ભારે પડી ગઈ…! પાણીના જોરદાર પ્રવાહમાં કાર ચાલક સાથે બન્યું એવું કે, ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ – વીડિયો જોઈ હચમચી જશો… pic.twitter.com/HQ9ODmOODc
— GUJJU ROCKZ (@gujju_rockz) July 15, 2022
આપણે એક પળની ઉતાવળ આપણો જીવ જોખમમાં નાખી શકે છે. આ વિડીયો જોઈને ચેતી જજો. કોઈપણ દિવસ આવી ઉતાવળ ન કરશો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment