ઉતાવળ ભારે પડી ગઈ…! પાણીની સાથે આ વ્યક્તિ ભગવાન કૃષ્ણની નાની મૂર્તિ ગળી ગયો, ત્યારબાદ થયું એવું કે…

ઘણીવાર અજાણ્યા રીતે એવી એવી ભૂલો થઈ જાય છે કે જે ભૂલો ભારે પડે છે. આજે આપણે સમક્ષ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં વ્યક્તિને ખ્યાલ ન રહેવાથી તેણે ઉતાવળે પાણીની સાથે ભગવાનની નાની મૂર્તિ પણ ગળી ગયો જે પછી એક્સરે કઢાવ્યો ત્યારબાદ સ્પષ્ટ જોવા મળી રહી છે એ ભગવાનની નાની મૂર્તિ.

વાત જાણે એમ છે કે કર્ણાટકના બેલવાગીમાંથી એક શખ્સ અજાણતા પાણી પીવા જઈ રહ્યો હતો. તે દરમિયાન પાણી પીવાની સાથે શ્રીકૃષ્ણની નાની મૂર્તિ પણ ગળી ગયો આવી ચોકાવનારી ઘટના સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકી થઈ ગયા હશે. પરંતુ આ મૂર્તિ ગળી ગયા પછી તે વ્યક્તિએ ગળામાં ખૂબ જ દુખાવો થવા લાગ્યું હતું.

તેથી તેને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી અને ત્યારબાદ તેને ડોક્ટર પાસે જઈને પણ કઢાવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ગળાના ભાગમાં મૂર્તિ જેવો જ છે દેખાઈ રહ્યો છે જે ગળામાં ફસાઈ ગયો હતો. એવામાં જ આ 45 વર્ષીય યુવક પૂજા પાઠ કરીને નિત્યક્રમ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે પૂજા પાઠ કરવા બેસ્યો અને ત્યારબાદ તેને સવારમાં ભગવાનની નાનકડી ધાતુની મૂર્તિ એક વાસણમાં રાખી હતી.

જે વાસણમાં મૂર્તિ રાખી હતી તે જ વાસણમાં આ વ્યક્તિએ પાણી પીધું અને ઉતાવળમાં જ તે મૂર્તિ પણ ગળી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ મૂર્તિ ગળી ગયો ત્યાર બાદ તેને ગળામાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી ત્યારે તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ગળામાંથી મૂર્તિના શેપ જેવું દેખાઈ રહ્યું હતું.

જો કે મૂર્તિ સાવ પેટમાં ઉતરી ન હતી એ શેપના કારણે ગળામાં જ ફસાયેલી જોવા મળી. આ યુવકની હાલત ખૂબ જ બગડવા લાગી હોવાથી તેને તરત જ એન્ડોસ્કોપી પછી ઈમરજન્સી સારવાર કરવામાં આવી. તે દરમિયાન એક ખાનગી હોસ્પિટલના તબીબો માટે આ સહેલું ન હતું.

કારણ કે મૂર્તિનો એક પગ અન્નનળીની અંદર ઊંડે સુધી ફસાઈ ગયો હતો.જેને ભારે જહેમતબાદ મૂર્તિ બહાર કાઢવામાં આવી હતી.જેનાથી દર્દીની તબિયત પણ સારી થઈ અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી ન હતી. જોકે ગળામાં કોઈ પણ જાતની ઈજાઓ પહોંચી ન હતી. તો તમે પણ આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોઈ શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*