મિત્રો તમે બધા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તો જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડ હંમેશા વિવાદોમાં રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા દેવાયત ખવડે પોતાની ગેંગ સાથે મળીને મયુરરાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. જેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.
ત્યારબાદ પોલીસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે કેટલીક કલમો હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. મિત્રો જ્યારે પોલીસ દેવાયત ખવડને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે દેવાયત ખવડ ઘરેથી ફરાર થઈ ગયેલા હતા. મિત્રો આ એ જ દેવાયત ખવડ છે જે સ્ટેજ ઉપર બેસીને ખુમારી અને વટની ફાંકા ફોજદારી કરતો હોય છે.
જ્યારે હોય ત્યારે ખોબા ઉપાડી લેવાની વાત કરનાર દેવાયત ખવડને આજે ઘરે તાળું મારીને ભાગવાનો વારો આવ્યો છે. મિત્રો આ એ જ દેવાયત ખવડ છે જે સ્ટેજ ઉપર સારી સારી વાતો કરીને લોકોને શિખામણ આપતો હોય છે. પરંતુ ધોળા દિવસે પોતાની ગેંગ સાથે મળીને પોતાના જ સમાજના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કરે છે.
શું આવા કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ..? મિત્રો તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે દેવાયત ખવડ સાઈટ ત્રણ લોકો વિરુદ્ધ આઈપીસી કલમ 307, 325, 506(2), 114 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં આરોપી દેવાયત ખવડ ફરાર છે.
મળતી માહિતી અનુસાર જ્યારે પોલીસ દેવાયત ખવડને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે દેવાયત ખવડ તેના ઘરેથી મળી આવ્યો ન હતો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે દેવાયત ખવડ એક કારમાં પોતાના મિત્રો સાથે આવે છે.
ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર દેવાયત ખવડ અને તેમનો અન્ય એક સાથીદાર જીવલેણ પ્રહાર કરે છે. પછી કારમાં બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના બન્યા બાદ મયુરસિંહ રાણા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં તેમના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment