આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા દસ દિવસમાં ત્રણ વખત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. ભાવ ઘટાડાનો નિર્ણય થી બંને મુખ્ય ઈંધણ થોડા સસ્તા થયા છે.
આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થાય છે.
વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલની કિંમત માં ફેરફાર થતા હોય છે.દિલ્હીમાં આજરોજ ડીઝલની કિંમત 80.87 છે જ્યારે પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે.
મુંબઈમાં ડીઝલની કિંમત 87.96 જ્યારે પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા છે. કોલકત્તામાં ડીઝલની કિંમત 83.75 રૂપિયા છે જ્યારે પેટ્રોલની કિંમત 90.77 રૂપિયા છે.
ચેન્નઈમાં ડીઝલની કિંમત 85.88 અને પેટ્રોલની કિંમત 92.58 રૂપિયા છે. અમદાવાદમાં ડીઝલની કિંમત 87.11 અને પેટ્રોલની કિંમત 87.72 રૂપિયા છે. રાજકોટમાં ડીઝલની કિંમત 87.48 અને પેટ્રોલની કિંમત 88.04 રૂપિયા છે.
સુરતમાં ડીઝલની કિંમત 87.39 જ્યારે પેટ્રોલની કિંમત 87.94 રૂપિયા છે. વડોદરામાં ડીઝલની કિંમત 87.42 રૂપિયા છે જ્યારે પેટ્રોલની કિંમત 88 રૂપિયા છે.
આ પેટ્રોલ પહેલા તો કેન્દ્ર સરકાર અને ત્યાર બાદ રાજ્ય સરકાર પોતપોતાની રીતે ટેક્સ નાખે છે અને ત્યારબાદ રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ ઉપરાંત ડીલર કમિશન લાગે છે.
ત્યારબાદ આ ઈંધણ ની કિંમત બે ગણી થઈ જતી હોય છે. દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ માં ઘટાડા બાદ આજે કોઈ ફેરફાર થયો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment