કોરોનાની મહામારી વચ્ચે દેશમાં છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ આજે દેશની જનતા માટે રાતના સમાચાર છે કારણકે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી છે. આજે દેશમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કર્યો નથી.
ગઈકાલે ડીઝલના ભાવમાં 7 પૈસા અને પેટ્રોલના ભાવમાં 26 પૈસાનો વધારો કર્યો હતો. દેશમાં ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. છેલ્લા 50 દિવસમાં 29 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 7.36 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 7.57 રૂપિયાનો વધારો થયો છે. દેશમાં 13 શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે.
જેમાં મુંબઈ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, ગોપાલ, લેહ, બાસવાડા, ભોપાલ, કાકીનાડા, ગુટુર, ચિકમંગલુર, શિવમોગ્ગા વગેરે શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે.
આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.76 અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 88.3 રૂપિયા છે. મુંબઈમાં લીટર પેટ્રોલના ભાવ 103.89 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.79 રૂપિયા છે. ગંગાનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.73 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 101.28 રૂપિયા છે.
સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.64 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.1 રૂપિયા છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.65 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.08 રૂપિયા છે.
રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.42 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ ના ભાવ 94.88 રૂપિયા છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.3 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 94.74 રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment