વિધાનસભાની પેટા ચૂંટણી માં કરજણ બેઠક ને લઈને હાર્દિક પટેલે કર્યો મોટો દાવો

269

પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમા પર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જીતના અલગ-અલગ દાવાઓ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું કે, 2017માં સભા કરવા આવ્યો ત્યારે મારી પર કેસ થયો હતો, ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. હાર્દિક પટેલે કરજણ ની બેઠક પર કોંગ્રેસ ની જીત ને લઈને.

હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે.કરજણ બેઠકને લઈને કોંગ્રેસ 25 હજાર મતોથી જીતવાની છે તેવું હાર્દિક પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલ ભગવાન રામનું નામ લઈને કહ્યું કે, ભગવાન રાવણનો વધ કર્યો છે તેમ આપણે ભાજપ નો વધ કરવો પડશે.

નીતિનપટેલ ચંપલ ફેંક્યું હતું તે વાત ને યાદ કરતા તેમણે જણાવ્યું કે કાલે પોલીસ કેતી હતી કે ચંપલ ફેંકનાર કોંગ્રેસના કાર્યકર્તા છે અને હવે ભાજપનો ભાંડો ફૂટયો છે.

નીતિન પટેલ ચંપલ ફેંકનાર છેલ્લે કોઈ ભાજપનો જ વ્યક્તિ નીકળો. કોંગ્રેસ માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!