આજે ખોડલધામ કાગવડ મંદિરે મંદિરના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં લેઉવા અને કડવા પટેલના આગેવાનો સાથે બેઠક હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલની એક પોસ્ટ સામે આવી.
હાર્દિક પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પાટીદાર આંદોલનને લઈને મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું કે મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વડ વૃક્ષ બનશે આવી પોસ્ટ મૂકી.
અને આ ઉપરાંત હાર્દિક પટેલ હેશટેગ પાટીદાર કરીને આ પોસ્ટ કરી. ખોડલધામની આ બેઠકમાં ચર્ચા થઈ હતી કે પાટીદાર સમાજની રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે.
અને પાટીદાર સમાજનો વિકાસ આ અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત નરેશ પટેલે જાહેર કર્યું હતું કે હવેથી લેઉવા કે કડવા નહીં પરંતુ પાટીદાર લખાશે.
આ ઉપરાંત નરેશ પટેલે કહ્યું કે વાવાઝોડાના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે અને ખેડૂતો પડી ભાંગ્યા છે તે માટે અમે સરકાર પાસેથી ખેડૂતોને સહાય મળે તે માટે રજૂઆત કરીશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે ચૂંટણીના સારા ઉમેદવારોને ટેકો પણ આપીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment