કોરોના ની ત્રીજી લહેર થી બચવા હાર્દિક પટેલે રૂપાણીને આપી સલાહ, કહ્યુ કે..

110

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી રહે ઓછી થઈ રહી છે અને કોરોના ના કેસ ઘટી રહ્યા છે પરંતુ હજુ પણ ગામડાઓમાં રસીકરણ ઝડપી બન્યું નથી. ગામના લોકો હજુ પણ રસી લેતા અચકાય છે. તેવામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખ્યો પત્ર માં તેમને જણાવ્યું છે પંજાબ સરકારની જેમ ગુજરાત સરકારે પણ ગામડા વિસ્તારમાં 100% વેક્સિનેશન કામ થાય તે કામ હાથ ધરવું જોઈએ.

હાર્દિક પટેલનું કહેવું છે કે ગુજરાત સરકારની જાહેરાત કરવી જોઈએ કે જે ગામડાઓમાં 100% વેક્સિનેશન કાર્યક્રમ થશે તે ગામના વિકાસ માટે 5 લાખ રૂપિયાની કે તેથી વધુની ગ્રાન્ટ આપવામાં આવશે.

હાર્દિક પટેલે કહ્યું કે હજુ કોરોના ની ત્રીજી લહેર ખૂબ જ વાતો કરશે તેથી જનતા જીવ બચાવવા માટે એકમાત્ર ઉપાય એ કોરોના ની રસી છે. એટલે ગુજરાતના ગામડા વિસ્તારોમાં ઝડપી રસીકરણ કરવું જોઈએ.

હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાત રાજ્યમાં 18 થી 44 વર્ષની 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાય છે પરંતુ જે પ્રમાણે ગુજરાત સરકારે વિચાર્યું હતું તે પ્રમાણે કાર્ય થતું નથી. પરંતુ સરકાર આ બાબત સ્વીકારતી નથી.

હાર્દિક પટેલે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગામી પગલા લેવા જોઈએ. પંજાબમાં ગામડાનો ગોરો નથી મુક્ત થાય તે માટે પંજાબ સરકારે જે ગામડામાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!