મહેનત…! માત્ર 7 વર્ષનો બાળક ફૂડ ડીલેવરી બોયનું કામ કરી રહ્યો છે – વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…

ઘણીવાર આપણી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવા વિડિયો સામે આવતા હોય છે કે જે ભાવુક કરી દેતા હોય છે. અત્યારે હાલ પણ એક એવો જ વિડિયો વાયરલ થયેલો નજરે પડ્યો છે.જેમાં એક સાત વર્ષનો બાળક કરી રહ્યો હતો ફૂડ ડિલિવરી.

ત્યારે વાત જાણે એમ છે કે દિલ્હીમાં સાત વર્ષનો એક છોકરો કે જે zomato માં ડિલિવરી બોય તરીકે કામ કરતો નજરે પડ્યો. તેનું કહેવું છે કે તેમના પિતાના અકસ્માત થયા પછી એ બાળકે તેમની જગ્યા પર કામ કરવાનું શરૂ કર્યું હતું.એ બાળક સ્કૂલમાંથી પરત કર્યા બાદ સાંજે છ વાગ્યાથી જ 11 વાગ્યા સુધી સાયકલ પર લોકોને જમવાનું પહોંચાડે છે અને એ ડિલિવરીનું કામ કરે છે.

ત્યારે વિડીયો ખૂબ જ ભાવુક કરી દે તે રીતે જોવા મળ્યો. જે વિડિઓ રાહુલ મિતલ નામના એક zomato યુઝરે તેનો વિડીયો બનાવીને ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં એ 30 સેકન્ડ ના આ વીડિયોમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો એ બાળક નજરે પડ્યો.

ત્યારે તેની હિંમત અને કામને દાવ દેવો જોઈએ કે જે પોતાના પિતાના અકસ્માત બાદ તેની જગ્યાએ કામ કરવાનું શરૂ કર્યું. જાણીએ છીએ કે બાળમજૂરી પર પ્રતિબંધ છે પરંતુ જ્યારે બાળકો પર મજબૂરી આવી પડે છે ત્યારે તેવું આવી રીતે કામ કરવા મજબૂર બને છે.

ત્યારે એક યુઝરે એ બાળકની હિંમત અને કામની પ્રશંસા કરીને તેને ઘણી બધી ચોકલેટ આપીને મોકલ્યો. એવામાં એક ઓગસ્ટે રાતે 10:47 વાગ્યે પોસ્ટ કરવામાં આવેલા એ વિડીયો અંગે એક યુઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે આપણે આ બાળકના આ ગુણનો બિરદાવો જોઈએ.

વધુમાં એ રાહુલે માહિતી આપતા જણાવ્યું હતું કે zomato એ પિતાના ડીલીવરી એકાઉન્ટ ને ફ્રીઝ કરી દીધું છે. જેથી બાળક તેમની જગ્યાએ કામ ન કરી શકે. આ ઉપરાંત એ બાળક અને તેના પિતાને શક્ય તેટલી બધી જ મદદ કરવામાં આવશે.જેથી કરીને એક નાના બાળકને કામ કરવું ન પડે ત્યારે તમે પણ એ વિડીયો જોવાનું ચૂકશો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*