“હર હર મહાદેવ”, એક વ્યક્તિ વિશાળકાય કોબ્રા સાપને સ્નાન કરાવી રહ્યો છે – જુઓ વિડિયો

94

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા પ્રાણીઓના અને લોકોના રમૂજી અને ખૂબ જ સુંદર વિડીયો જોયા હશે. ત્યારે તાજેતરનો તેવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાના હાથમાં પાણીની ડોલ લઈને વિશાળ કોબ્રા સાપને સ્નાન કરાવી રહ્યો છે. આ વિડીયો ની સારી વાત એ છે કે સાપ પણ સ્નાન કરવાનો આનંદ માણી રહ્યો છે.

આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરની બહાર એક વિશાળ કોબ્રા સાપ સાથે ઉભો છે. અને વ્યક્તિ ડોલમાં પાણી ભરીને સાથે ઉભેલા કોબ્રા સાપને સ્નાન કરાવી રહ્યો છે.

કોઈપણ વ્યક્તિ તેની આસપાસ આટલો મોટો વિશાળકાય સાપ જોઈને ડરી જાય છે પરંતુ આ વિડિયોની વાત જ કંઇક અલગ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ શાંતિથી સાપને સ્નાન કરાવી રહ્યો છે અને સાફ પણ તે વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો પ્રહાર કરતો નથી.

હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે ઉપરાંત કોમેન્ટ બોક્સમાં નતનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણે લખી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!