ખેડૂતો માટે ખુશ ખબર, કરોડો ખેડૂતોના ખાતામા આવ્યા આટલા હજાર રૂપિયા, ના મળ્યા હોય તો કરો આ કામ

Published on: 3:15 pm, Fri, 14 May 21

મહામારીની બીજી લહેર વચ્ચે દેશના અન્નદાતા એટલે કે ખેડૂતો માટે અંત્યંત મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ 14 મે ના દિવસે દેશના 9.5 કરોડ બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના નો આઠમો હપ્તો ઓનલાઇન કયો છે.

તેનાથી આઠમા હપ્તા ની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. દેશના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000 ની રકમ મોકલે છે.

આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામા આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ નો આઠમો હપ્તો જાહેર કરી દીધો છે.

તે અંતર્ગત 9.5 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારો માટે 19000 કરોડ રૂપિયાથી વધારે રાશિ જાહેર કરી દેવામાં આવી છે. મતલબ કે હવે 9.5 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં પીએમ સન્માન નિધિના 2000 રૂપિયા પહોંચી જશે.

ડસેમ્બર 2018 માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે અને આ યોજનાનો લાભ ફક્ત એ ખેડૂતોને જ મળે છે.

જેમની પાસે 2 હેકટર કે તેનાથી પણ ઓછી ખેતીની જમીન હોય. જો તમે આ યોજનાના લાભાર્થીઓ અને તમને આઠ મો હપ્તો ન મળ્યો હોય.

તો તમે પીએમ કિસાન સન્માન નિધીનો હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 અથવા 011-23381092 ઉપર કોલ કરી શકો છો તે સિવાય તમે સત્તાવાર ઇ મેઇલ આઇડી pmkisan-ict@gov.in પર તમારી ફરિયાદ પણ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશ ખબર, કરોડો ખેડૂતોના ખાતામા આવ્યા આટલા હજાર રૂપિયા, ના મળ્યા હોય તો કરો આ કામ"

Leave a comment

Your email address will not be published.


*