પીએમ કિસાન સન્માન યોજના એ પ્રધાનમંત્રી ની મહત્વકાંક્ષી યોજના છે.આ યોજના દ્વારા ખેડુતોને સીધી મદદ કરવામાં આવે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને સીધી સહાય પુરી પાડવામાં આવે છે.મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે.
અને છ હજાર ની રકમ ત્રણ હપ્તા માં ખેડૂતોને આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સાત વખત બે બે હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આઠ મો હપ્તો ખેડૂતોના ખાતામાં આ યોજના હેઠળ આપવામાં આવશે.
આ લાભાર્થી ખેડૂતોની સંખ્યા હવે વધીને 11 કરોડના આંકડાને પાર થઈ ચૂકી છે.જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો 31 માર્ચ સુધીમાં આ યોજના હેઠળ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
જો તમે આ રજિસ્ટ્રેશન કરાવો છો તો આઠમા હપ્તા સાથે વધુ બે હજાર રૂપિયા તમારા ખાતામાં આવશે. જો તમે 31 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવો છો તમારા ખાતામાં 4000 રૂપિયા આવશે. નિયમ મુજબ જ્યારે પણ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવે છે.
ત્યારે સરકાર તેને એક જ સમયે બે હપ્તા આપે છે. તેથી જો તમે પણ તેનો લાભ લેવા માંગતા હોય તો તરત જ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે તમે ઘરેબેઠાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
અને આ માટે તમારે જે ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે તે ખેતરનું ફાઈલ કરેલુ નકરવામાં આવેલું પ્રમાણપત્ર અને આધારકાર્ડ અને આ સિવાય મોબાઈલ નંબર અને બેક એકાઉન્ટ નંબર ની જરૂર રહેશે. પીએમ કિસાન યોજના ની ઓફીસીયલ વેબસાઇટ પર જઇને.
તમારે New farmer રજીસ્ટર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારો આધાર નંબર દાખલ કરી અને ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. ત્યાર બાદ તમારું રાજ્ય પસંદ કરો અને વિગતો ભરો બસ આટલો જ કરતા તમારું રજીસ્ટ્રેશન થઇ જાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment