આજે વિશ્વના ચારેય ખૂણે ગુજરાતીઓનો દબદબો છે. જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આજે વિદેશની ધરતી પર ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે અને ખાસ કરીને વિદેશોમાં વસતા યુવાનો પોતાની ગાડીઓમાં જે નંબર પ્લેટ રાખે છે
તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે.ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતને અને હાલ અમેરિકામાં રહેતા સુઝિલ બકુલભાઈ ખોજા એ વિદેશમાં પોતાના વતન દિશાના નામ અનોખી રીતે ગુંજતું કર્યું છે
અને આપને જણાવી દઈએ કે ટેસ્લા કંપનીની તેને કાર ખરીદેલી છે અને આ ગાડી ના નંબર પ્લેટ ઉપર તેને DEESA નામ લખાવ્યું છે. ખાસ કરીને અમેરિકાના નંબરની જગ્યાએ મહત્તમ છતી સાત અક્ષરનો એક શબ્દ થાય તે પ્રકારની વાહનની રજીસ્ટ્રેશન પ્લેટ રાખવાની છૂટ હોય છે.
ત્યારે તેને પોતાનું ગામનું નામ લખાવ્યું છે.આ ઉપરાંત મૂળ અમરેલીમાં અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા મંથન રાદડિયા ઓસ્ટ્રેલિયામાં મુખી નંબર પ્લેટ ની લક્ઝરી ગાડી ખરીદી છે. મંથન રાદડિયા અત્યાર સુધીમાં પાંચ ગાડી લીધી છે અને પાંચે પાંચમાં મુખી નામની નંબર પ્લેટ છે. આ પટેલ ભાઈએ તો ઓસ્ટ્રેલિયામાં ગુંજતું નામ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment