ગુજરાતી સિંગર “શિતલ ઠાકોર”એ બ્રાન્ડ ન્યુ લક્ઝરિયસ કારની ખરીદી કરી,જુઓ વાયરલ વિડિયો

ગુજરાતી લોક ગાયિકા શીતલ ઠાકોર ગુજરાતની સંસ્કૃતિ અને લોક કલા ને સમગ્ર વિશ્વમાં પહોંચાડી રહ્યા છે. નાની ઉંમરમાં જ શીતલ ઠાકોરે સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી લીધા હતા. તેણે પોતાના ગીતો દેશ-વિદેશ સુધી પહોંચાડ્યા છે. એમણે ખૂબ જ નાની ઉંમરમાં ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.સંગીત ક્ષેત્રે તેમને અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. શીતલ ઠાકોરને નાનપણથી જ ગીતો સાથે ખૂબ જ પ્રેમ હતો. આજ પ્રેમ અને શોખને કારણે તેમણે ધીમે ધીમે સંગીત ક્ષેત્રે આગળ વધવાનું શરૂ કર્યું. એમના સંઘર્ષોને કારણે શિતલ ઠાકોર આજના સમયમાં સંગીત ક્ષેત્રે ખૂબ જ સફળ થઈ ચૂક્યા છે.