એક સમયે tiktok માં ધૂમ મચાવનાર અને હાલમાં સોશીયલ મીડિયામાં એક્ટિવ રહેતા અને હંમેશા અવારનવાર વિવાદમાં રહેતા કીર્તિ પટેલ હવે ફેમસ બની ચૂક્યા છે. કીર્તિ પટેલ સામે મારામારી કે ધાકધમકીની અનેક ફરિયાદો નોંધાય છે.
તેઓ અગાઉ ઘણી વખત વિવાદમાં રહી ચૂકેલા છે અને બે વર્ષ પહેલાં જ ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.હાલમાં કીર્તિ પટેલ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કર્યા
View this post on Instagram
અને પરસોતમ રૂપાલા ને માફ કરવાની અપીલ કરી. વીડિયોમાં કઈ રહી છે કે મારે પદ્મિની બેનને મારો સવાલ છે કે પહેલા તમે કહો તમારે કરવું છે શું કેમકે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે મહા સંમેલન કર્યું છતાં પણ તમને સમિતિ પરથી આજે ભરોસો ઉઠી ગયો છે.
તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકોએ આમ કરી લીધું ફરી ગયા અને મને એકલી મૂકી દીધી. તો બેન પહેલા તમારે શું કરવું છે ને એ વિચારી લો. કીર્તિ આગળ કહે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે અને રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી. તેઓ તેમની આખી જિંદગી સેવામાં જ નાખી દીધી છે અને સેવા જ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment