ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પાછોતરો વરસાદ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતો હોય છે. જેમાં ખાસ કરીને મગફળી, બાજરી,કઠોળ, કપાસ જેવા પાકોને નુકસાન થતું હોય છે. ચોમાસું વિદાય લે છે ત્યારે અમુક પરિબળો નક્કી કરવામાં આવતા હોય છે.
રાજ્યમાં સતત પાંચ દિવસ વરસાદ પડવો તે તેનું એક પરિબળ છે.નોર્મલ તાપમાન કરતાં તાપમાનમાં વધારો થવો તે પણ એક પરિબળ છે.તાપમાન વધારા સાથે પેજમાં ઘટાડો થવો જોઈએ તે પણ એક પરિબળ છે.રાજ્યના તે વિસ્તારોમા પવનો દિશાના થવા જોઈએ એ પણ એક પરિબળ છે.
ચોમાસાની શરૂઆત કેરળ થી થતી હોય છે અને છેલ્લે ચોમાસું રાજસ્થાન પહોચતું હોય છે.સૌથી છેલ્લે ચોમાસાની વિદાય રાજસ્થાનમાં થાય એટલે તરત જ પાંચ થી દસ દિવસના ગાળામાં ગુજરાતમાં કચ્છમાંથી સૌથી પહેલા ચોમાસાની વિદાય ચાલુ થાય છે.
જો કે પંદર દિવસના ગાળામાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે. ગુજરાતમાં કચ્છ માંથી ચોમાસાની સૌથી પહેલા વિદાય ચાલુ થાય ત્યારપછી 10 થી 15 દિવસના ગાળામાં દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસુ વિદાય લઇ લેતુ હોય છે.
સૌથી પહેલા કચ્છ માંથી ત્યારબાદ ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ત્યાર પછી મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી અને ત્યાર પછી છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેતુ હોય છે. વિદાયની કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી
કેમ કે મધ્ય ભારત સાથે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પણ ચોમાસાની ગતિવિધિ વધારે એક્ટિવ છે. સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભારતમાંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment