ગુજરાત રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી એક વખત ભેગી કરી ભીડ, શું નિયમો માત્ર જનતા માટે જ હોય છે?

241

ગુજરાત રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ દ્વારા અવાર-નવાર કોરોના માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગરના પ્રવાસે છે અને ભાવનગર જિલ્લાના સરપંચો સાથે તેઓ સંવાદ કરશે.

ત્યારે સી.આર.પાટીલ નું ટોળા શાહીથી સ્વાગત કરાયું હતું. પોલીસની હાજરીમાં સામાજિક અંતરના ઘજગરા ઉડયા હતા.પાટણમાં ભાજપનાં રજની પટેલે રોડ શો યોજ્યો હતો અને પાટણના ધિણોજ ગામેથી રોડ શોની શરૂઆત થઇ હતી જેમાં રજની પટેલને ખુલ્લી કારમાં સવાર થયા હતા.

ડીજેના તાલે બાઈક ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો.લોકોને ઉતરાયણમાં ડીજે પર પ્રતિબંધ અને નેતાઓને છૂટો દોર મળી રહ્યો છે.કચ્છના ભાજપના એક બાદ એક કાર્યક્રમમાં નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે.પાટણ બાદ કચ્છમાં ભાજપના કાર્યક્રમોમાં નિયમો માં ધજાગરા ઉડ્યા છે.

ભાજપ પ્રદેશ મહામંત્રી ના અભિવાદન કાર્યક્રમમાં પણ ભીડ જોવા મળી રહે છે અને લોકોને વાર-તહેવાર અને પ્રસંગો ઉજવવામાં રોક લગાવનાર સરકારના ટોચના નેતાઓ લગ્ન સમારંભમાં યોજાતા દ્રશ્યો ભાજપના કાર્યક્રમમાં સર્જાયા હતા.

મહત્વપૂર્ણ વાત એ છે કે સામાન્ય પ્રજાને માસ્ક વગર જાહેરમાં ફડાકા મળતી પોલીસને આ ભાજપના નેતાઓ નિયમ ભંગ દેખાતો નથી. સરકાર દ્વારા પણ આ તમામ તાયફાઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

એ તારા પ્રજા પોતાના તમામ તહેવારો પોતાના તમામ ધંધા-રોજગાર અને સામાજિક પ્રસંગો, પોતાની ઈચ્છાઓ અને લાગણીઓ પર કાબૂ રાખીને સરકારને સહકાર આપી રહી છે તો વળી બીજી બાજુ સત્તાધારી પક્ષના નેતાઓ ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!