ગુજરાત રાજ્ય 5 મે પછી લોકડાઉન લાગુ થાઈ તેવી શક્યતાઓ, શું આજ છે છેલ્લો રસ્તો

157

ગુજરાતમાં જીવલેણ વાઇરસ નું સંક્રમણ યથાવત છે. સાથે સાથે આંકડાઓ પણ ચોંકાવનાર આવી રહ્યા છે. બીજી તરફ રાજ્યના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી કરફ્યુ થી લઈને સખત નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પરંતુ દિવસે ને દિવસે ખતરો વધી રહ્યો છે.

જેમાં હવે કોર્ટ વેપારીઓ સહિત સામાન્ય જનતા પણ લોકડાઉન ની ઉગ્ર માંગ કરી રહી છે. આ સંજોગોમાં રાજ્યમાં ઘાતક વાયરસ ની ચેન તોડવા માટે 5 મે પછી એક અઠવાડિયા નું સખત લોકડાઉન લાદે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

સાથે સાથે રાજ્ય સરકાર પણ આ મામલે ગંભીર વિચાર પણ કરી રહી છે. રાજ્યમાં ઘાતક વાયરસના કહેર વચ્ચે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન ની અછત સાથે સાથે દવાની અછત પણ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે.

મોતનો આંકડો પણ અત્યંત ચોંકાવનારો છે. ગુજરાત ના 29 શહેરોમાં સખત રાત્રી કરફ્યુ લાદવા છતાં કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજ્યના ઘણા શહેરોની હોસ્પિટલોમાં બેડોની પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં સતત વધતા જોવા મળેલા કેસ બાદ મે મહિનાના પહેલા દિવસે દૈનિક કેસ માં 411 કેસનો ઘટાડો થવો પામ્યો છે.

24 કલાકમાં શહેર માં નવા 4980 કેસ અને 21 લોકોના મોત થયા છે.આમ દૈનિક કેસ અને મૃત્યુઆંક બંનેની સંખ્યામાં ઘટાડો નોંધવા પામ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!