આગામી 26 મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. ગુજરાત સરકારે રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસના કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદમાં ધ્વજવંદન કરશે.ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન, ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર.
જીગ્નેશ ચૌધરીએ જાહેર કરેલી યાદીમાં મુજબ વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ખેડામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,કેબિનેટ મંત્રીઓમાં રાજકોટ ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગરમાં આર.સી.ફળદુ, ગાંધીનગરમાં કૌશિક પટેલ,.
અમદાવાદમાં સૌરભ પટેલ, સુરતમાં ગણપત વસાવા, જામનગરમાં જયેશ રાદડિયા, ભાવનગરમાં કુવરજી બાવળીયા, કચ્છમાં દિલીપ ઠાકોર, નવસારીમાં ઈશ્વર પરમાર, ગીર સોમનાથ માં જવાહર ચાવડા ધ્વજવંદન કરશે.
રાજ્યકક્ષાના મંત્રીઓ માં પંચમહાલ ખાતે પરદીપ સિંહ જાડેજા, છોટાઉદેપુરમાં બચુભાઈ ખાબડ, આણંદમાં જયદ્રથસિંહ પરમાર, વલસાડમાં ઇશ્વર પટેલ, પાટણમાં વાસણભાઈ આહિર, મહેસાણામાં વિભાવરીબેન દવે.
અરવલ્લીમાં રમણલાલ પાટકર, ભરૂચમાં કિશોર કાનાણી, તાપીમાં યોગેશ પટેલ, અમરેલીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા તિરંગો લહેરાશે. બાકીના જિલ્લાઓમાં જિલ્લા કલેકટર દ્વારા ધ્વજવંદન નો કાર્યક્રમ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment