દિવાળીના તહેવારને લઈને ગુજરાત એસટી નિગમે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગતવાર

194

ગુજરાત એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 6 હજાર 240 ટ્રીપ સંચાલન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરત તરફથી માત્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફ નું સંચાલન કરવામાં આવશે. બસ કેપેસિટી 75 ટકા પ્રવાસીઓ સાથે મુસાફરી થઇ શકશે. દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના મુસાફરો તેમજ સુરત ખાતાના રત્ન કલાકારોને તેઓના વતન જવા એસટી બસ સુવિધા પુરી પાડવાનો.

એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે.સુરત થી ફક્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તથા અન્ય જિલ્લાઓમાંથી દાહોદ,ગોધરા ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું સંચાલન હાથ ધરવામાં આવશે. આગામી દિવાળીના તહેવારો નિમિત્તે યોજવામાં આવનાર એક સંચાલન દરમિયાન મુસાફરો પાસેથી એક્સ્ટ્રા સંચાલનના નિયમાનુસાર ભાડા ની વસુલાત કરી.

રાજ્ય સરકારની કોવીડ-19 અન્વયે ની માર્ગદર્શિકા ને ધ્યાનમાં લઇ 75 ટકા બેઠક વ્યવસ્થા મુજબ સંચાલન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.એસટી નિગમ દ્વારા રાજ્યના તમામ વિસ્તારમાં મુસાફરોને એસટી બસની સુવિધા પૂરી પાડવા.

અન્વયે 6240 ટ્રીપો થકી 11.77 લાખ કિલોમીટર નું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કરેલ છે. રાજ્યના અંદાજે 2.85 લાખ કરતાં વધુ મુસાફરો દ્વારા લાભ લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!