ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપ સંગઠનમાંથી આ 15 દિગ્ગજ નેતાના પતા કાપી નાખ્યા, જાણો કોના કોના પતા કપાયા.

276

ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપ પ્રદેશ ના નવા માળખાની રચના કરીને ગુરુવારે સાંજે જાહેરાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા ની ગુજરાત મુલાકાત બાદ જાહેર કરવામાં આવેલા પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.

સીઆર પાટીલે 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખું જાહેર કર્યું છે. જૂના જોગીઓને રવાના કરીને નવા નેતાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે.પાટીલે ભાજપ સંગઠનમાં વરસોથી જામી પડેલા નેતાઓને રવાના કરીને નવા ચહેરાઓને તક આપી છે.

સીઆર પાટીલે જુના સંગઠનના 15 નેતાઓના પત્તા કાપી નાખ્યા છે. જીતુભાઈ વાઘાણી ના સમયમાં જેમનો દબદબો હતો એવા આઇ.કે.જાડેજા,કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમાર જેવા દિગ્ગજોની બાદબાકી કરી દેવામાં આવી છે.

જયસિંહ ચૌહાણ, જશુબેન કોરાટ, જયશ્રીબેન પટેલ, રમીલાબેન બારા, મનસુખ માંડવીયા, અમીત ઠાકર, હર્ષદ ગીરી ગોસ્વામી, રાજેશ ચુડાસમા, રમણભાઈ સોલંકી, દર્શીનીબેન કોઠીયા, કિરણબેન પટેલને પણ પડતા મુકાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!