ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાને લઈને કરી મોટી આગાહી,જાણો વિગતે

273

ડિસેમ્બરના આવનારા દિવસોમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધશે.16મી થી 18 મી ડિસેમ્બર દરમિયાન ઠંડી વધશે તેમજ 20 મી સુધીમાં રાજ્યના કોઈ કોઈ વિસ્તારમાં વાદળ વાયુ સાથે હળવું માવઠું થઇ શકે છે.20 મી થી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય અને 22 મી ડિસેમ્બરથી હિમાલયના ટોચના ભાગો બરફીલા બનશે જેથી 30 મી સુધીમાં ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વખતે જાન્યુઆરી 2021 ખુબજ ઠંડો મહિનો રહશે અને ઠંડી શિયાળામાં વધારે લંબાય તેવી શકયતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ સોમવારે દર્શાવી છે.

તેમણે વધારેમાં કહ્યું કે,દિલ્હી,પંજાબ,હરિયાણા, રાજસ્થાન ના ભાગોમાં ધૂમ્મસ કે ઘુંઘળું હવામાન રહેશે. ગુજરાતમાં પણ સવારમાં ધુમ્મસ ની શક્યતાઓ છે. ઠંડી અંગે જોઈએ તો 20 મી ડિસેમ્બર બાદ અમદાવાદ,આણંદ,ખેડા,રાજકોટ,કેશોદ વગેરે ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી આસપાસ જશે.

નલિયા,ભુજ, ડીસા,ગાંધીનગર,વલસાડ સહિતના વિસ્તારમાં લઘુતમ તાપમાન 08 ડિગ્રી આસપાસ ગગડશે. સુરત, ભરૂચ, નર્મદા ભાગોમાં 10 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાશે. સાબરકાંઠામાં,બનાસકાંઠાના ભાગમાં તાપમાન ઘણું ગગડશે.

પાલનપુર દાંતીવાડા વગેરે ભાગોમાં લઘુતમ તાપમાન માં પારો 08 ડિગ્રી આસપાસ રહેશે. સાબરકાંઠા, મહેસાણા-પાટણ, સુરેન્દ્રનગર 08 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!