ગુજરાતમાં કોરોના સંક્રમણ નો ફેલાવો વધી રહ્યો છે દિવસે ને દિવસે રાજ્યમાં કેસના સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને મૃત્યુના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ માટે બેડની અછત પડે છે અને જરૂરી પુરતી સુવિધાઓ મળતી નથી.
હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ લાંબી લાઈનો જોવા મળી છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટે પહેલા એક વખત પણ ઘણી સરકારને ટકોર કરી હતી. ફરી એક વખત હાઈકોર્ટે રૂપાણી સરકારને આપ્યો.
આદેશ કહ્યું કે હાઈ કોર્ટે આપેલી સુચનાઓનો અમલ થયો નથી.હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં 15 અને 16 માંથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેના પર સરકારે કોઈપણ પ્રકારનું કાબુ મેળવ્યો નથી.
અને રાજ્યમાં દિવસેને દિવસે ટેસ્ટિંગ સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોરોના ના દર્દીઓ ને જરૂરી ઇન્જેક્શન પૂરતા ટાઈમ મળી રહ્યું નથી. અને રાજ્યમાં રસીકરણ ધીમું થઇ રહ્યું છે.
હોસ્પિટલની બહાર 108 લાંબી લાઈનો લાગી પડી છે.હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં ઇન્જેક્શન ને લઈને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે 900 ના ઇન્જેક્શન સામાન્ય જનતાને 15 હજારમાં વેચવામાં આવે છે.
હાઈકોર્ટે સરકારને સવાલ પૂછતા કહ્યું કે આ બધી જવાબદારી કોણ લેશે.હાઇકોર્ટ નું કહેવું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કહ્યું હતું કે ગાઈડલાઈન પાલન કરો.
પરંતુ રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની આ વાત પર માની જ નથી રહી. રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે તેના કારણે રાજ્યની જનતા મૂંઝવણમાં મુકાઈ છે. એટલા માટે ફરી એક વખત રૂપાણી સરકારને હાઈકોર્ટે આડે હાથ લીધી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment