ગુજરાત હાઈકોર્ટમાં આજે કોરોનાવાયરસ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટે બે દિવસમાં એક્શન પ્લાન નો રિપોર્ટ મંગાવ્યો છે. ગુજરાતમાં કોરોનાવાયરસ ની ગંભીર પરિસ્થિતિ પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
જેમાં ઇન્જેક્શન થી લઈને રાત્રી કરફ્યુ મુદ્દે હાઈ કોર્ટે ગુજરાત સરકારને આડેહાથ લીધી છે ત્યારે હવે હાઈકોર્ટે રાજ્ય પાસે એક્શન પ્લાન નો રિપોર્ટ માંગ્યો છે.
કોરોના મામલે બે દિવસ બાદ હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાશે અને બે દિવસમાં હાઈકોર્ટે કોરોના સામે શું એક્શન પ્લાન રહેશે તેના પર એફિડેવિટ દાખલ કરવાના આદેશ આપ્યા છે.
હવે 15 એપ્રિલના સવારે 11 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે આજે સરકાર તરફથી હાઇકોર્ટમાં મીડિયા રિપોર્ટ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે હાઈકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે મીડિયામાં પણ કોઈ આધાર પર જ સમાચાર લખતા હશે.
તમે મીડિયાના રિપોર્ટ માં તથ્ય ન હોવાનું ન કહી શકો.ગુજરાત સરકાર દ્વારા રજૂઆત કર્યા બાદ હાઇકોર્ટે સરકારને ઇન્જેક્શન ને લઇને સવાલો કર્યા છે.
કે શા માટે હોસ્પિટલ ના દર્દીઓને જ અપાય છે અને હોમ ક્વોરન્ટાઈન રહેલા દર્દીને ની મંજૂરી કેમ નથી? હાઈકોર્ટે સૂચન કર્યું કે હોમ આઇસોલેશન માં રહેલા દર્દીને પણ ટ્રીટમેન્ટ મળવી જોઈએ.
હાઈકોર્ટે કહ્યું કે સરકાર પોતાની રીતે પણ સ્થિતિ જાણી શકે છે અને તમામ બાબતો અંગે સરકારને સૂચન કરવાની જરૂર નથી. હાઈકોર્ટે પૂછ્યું કે શા માટે માત્ર એક સ્થળે જ મળે છે અને શા માટે નર્સિંગ હોમ, હોસ્પિટલ, મેડિકલ સ્ટોરમાં નથી મળતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment