ગુજરાતમાં યુપી ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ એકસાથે પ્રવાસે, જાણો વિગતે.

Published on: 11:02 pm, Sat, 10 July 21

આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ભાજપના નેતાઓ પહોંચી ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ત્રણ દિવસ અમદાવાદના પ્રવાસે રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં પણ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઘણા વર્ષોથી રથયાત્રાના સમયે અમદાવાદમાં આવે છે. અને ભગવાન જગન્નાથના મંદિરે ઉપસ્થિત રહે છે. આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા લોકો વગર કાઢવાની મંજૂરી આપી છે.

જેને લઇને તમામ સુરક્ષા ઓ અને વ્યવસ્થાની તૈયારીઓ ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાનના દર્શન માટે પહોંચે એ પહેલા જ તેમની સિક્યુરિટી દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું.

12 જુલાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. આ ઉપરાંત અમિત શાહ 11 જુલાઇના રોજ બોપલ અને વેજલપુરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.

ઉપરાંત સાણંદ APCM માં બનેવ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાતમાં છે. મહત્વની બાબત એ છે.

કે મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે ગુજરાતના આદિવાસી નેતા મંગુભાઇ પટેલને જવાબદારી મળી છે. આનંદીબેન પટેલ તેમને આ જવાબદારી સોંપી ચૂક્યા છે. ત્યાર બાદ આજરોજ આનંદીબેન પટેલ ગુજરાતમાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં યુપી ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ એકસાથે પ્રવાસે, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*