ગુજરાત સરકારે વેક્સિન માટે રજિસ્ટ્રેશન ને લઈને લીધો મહત્વનો નિર્ણય, જાણો સમગ્ર અહેવાલ.

40

સમગ્ર દેશ કોરોના ની બીજી લહેર સામે લડી રહ્યું છે. એને ગુજરાત રાજ્યમાં જુન મહિનામાં કોરોના ની બીજી લહેર ધીમી પડી છે. રાજ્યમાં કોરોના નવા કેસો પણ સતત ઘટ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના બધા નાગરિકોને વેક્સિન આપી દેવામાં આવશે.

તે માટે સમગ્ર દેશમાં રસીકરણ ની પ્રક્રિયા ઝડપી બનાવવી જરૂરી છે. તેવામાં ગુજરાત સરકારે વેક્સિનેશન ને લઈને લીધો એક મોટો નિર્ણય. ગુજરાત રાજ્યમાં કોરોના ની રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકોને ખૂબ જ સમસ્યા પડતી હતી.

ઉપરાંત રાજ્યના ઘણા લોકોની ફરિયાદ છે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન થતું જ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન કે ઓફલાઈન રજિસ્ટ્રેશનનો નિર્ણય રાજ્ય સરકારે હવે જિલ્લાના તંત્ર પર છોડ્યો છે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન ના નિયમ ના કારણે રાજ્યની જનતાને ખૂબ જ તકલીફ પડતી હતી. આ મુદ્દે વહીવટી અધિકારીઓએ સૂચન આપ્યું કે અગાઉ રાજ્ય સરકાર દ્વારા ઓફલાઈન રજીસ્ટ્રેશન ના નિયમો ઇનકાર કર્યો હતો.

આ ઉપરાંત તંત્ર દ્વારા બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો તંત્રે કહ્યું કે રજીસ્ટ્રેશન કરનાર વ્યક્તિ જો સેન્ટર પર પહોંચે તો એની જગ્યાએ સેન્ટર પર હાજર અન્ય કોઈ વ્યક્તિને રસી આપી દેવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ઝડપી બને તે માટે ગુજરાત સરકારે અધિકારીઓને આ સૂચના આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!