ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ મુદ્દે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, આ કારણસર થઈ શકે છે 1000 રૂપિયાનો દંડ.

201

કોરોનાવાયરસ મહામારી ના કારણે ગુજરાત સહિત દેશમાં વ્હીકલ અનેક ડોક્યુમેન્ટની અંતિમ તારીખ ઘણી વખત વધારવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લાયસન્સ અને આરસીની અંતિમ તારીખ 31 ડીસેમ્બર હતી પરંતુ હવે તેને લંબાવવામાં નહીં આવે.31 ડિસેમ્બર બાદ જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે ફોરવીલ સંબંધિત કોઇ અન્ય ડોક્યુમેન્ટ ન હોય તો હજાર રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે.અત્યાર સુધીમાં કોરોના મહામારી અને લોકડાઉન.

કારણે ઘણી ખરી છૂટછાટ આપવામાં આવી હતી.હાલમાં દેશની તમામ આરટીઓમાં વ્હીકલ સંબંધિત ડોક્યુમેન્ટ ને રિન્યુ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકો ઓનલાઈન એપ્લાય કરી ને ડોક્યુમેન્ટ અપડેટ કરવી શકે છે. કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી,પરમીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોની નવીનીકરણ 31ડિસેમ્બર 2020 સુધી વધારી હતી.

કોઈપણ સામાન્ય વ્યક્તિ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને એપ્લાય કરી શકે છે.જેમાં જે તે રાજ્ય સિલેક્ટ કરવાથી તે રાજ્યની લીંક ઓપન થશે. જેમાં જરૂરી વિગત ભરવાની રહેશે અને આરટીઓમાં વ્યક્તિના બાયોમેટ્રિક ની તપાસ કરાશે.

અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવશે. જે બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે અને આ પ્રક્રિયા આરસીને અપડેટ કરવા બરાબર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!