મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રસીકરણ અંગે લોકોને સંદેશ આપ્યો અને દેશમાં બનેલી સ્વદેશી એકદમ સુરક્ષિત છે.1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે. રાજ્યમાં કોરોના વધતા જતા કેસો મામલે મુખ્યમંત્રી એ લોકોને સંદેશ આપ્યો છે.
ગુજરાત સરકારે દવાઓ,વેન્ટિલેટર, ટેસ્ટીગ અને સંજીવની રથ સહિતની સુવિધાઓ કાર્યરત રાખી છે.તેઓએ કહ્યું કે દેશના પ્રધાનમંત્રી દઢ ઈચ્છા અને વૈજ્ઞાનિક ની મહા મહેનતથી ભારતે સ્વદેશી વેક્સિનનું નિર્માણ કર્યું છે.
આત્મનિર્ભર ભારત અંતર્ગત નિર્માણ પામેલી ભારતીય વેક્સિન સુરક્ષિત છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વ કરી રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે શરૂઆતમાં કોરોના નો નવો રોગ હતો.
કોરોના ની સારવાર અંગેની પણ કલ્પના ન હતી જેથી અમદાવાદમાં શરૂઆતમાં 1200 બેડ ની જાહેરાત કરી હતી. હોસ્પિટલમાં એક પણ બેડ ન ભરાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. સરકારે કોરોના ની સારવાર માટે વ્યવસ્થા ઊભી કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના સામે રસી મોટું શસ્ત્ર છે અને ઘર આંગણે ટેસ્ટિંગ વ્યવસ્થા ઊભી કરી વૈજ્ઞાનિકોના પરિશ્રમના કારણે આપણી પાસે બે સ્વદેશી વેક્સિન અને બન્ને એકદમ સુરક્ષિત છે.
મુખ્યમંત્રી રૂપાણી એ ગુજરાત રાજ્યની જનતાને વિનમ્ર ભાવે રાજ્યની જનતાને અપીલ કરી છે કે તમે વેક્સિનેશન કરાવો અને બીજાને પણ અપાવો. કોરોના સામે પરિવારની સુરક્ષા ને સુનિશ્ચિત કરીએ અને હવે વેક્સિન, માસ્ક, સમાજીક અંતરને અનિવાર્ય રાખો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment