ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજ્યના ખેડૂતો માટે કરી આ મોટી જાહેરાત.

Published on: 9:41 am, Sun, 1 November 20

રાજ્યમાં ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી માત્ર બે દિવસની વાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ભાજપને કોંગ્રેસ દ્વારા આ વિધાનસભાની બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર કરાઇ રહ્યું છે અને બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા બે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે

ધારી બગસરા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી દ્વારા એક સભા સંબોધવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી દ્વારા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર આકરા પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીના ગાંડા ચાલશે પણ ગદ્દાર નહીં ના નિવેદન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે.

કોંગ્રેસે બેઠકો પર ગાંડા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. આ સાથે મુખ્યમંત્રીએ ખાંભાના મોભનેશ ડેમને નર્મદાના પાણીથી ભરવાની મોટી જાહેરાત કરી અને આ સાથે આવનારા દિવસોમાં.

દીપડાઓ થી પરેશાન.ખેડૂતો માટે કામગીરી કરવાની તેમજ દિપડાઓ નું અભ્યારણ બનાવવાની મહત્ત્વપૂર્ણ વાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!