ચીન ભારત બાંગ્લાદેશ ઇન્ડોનેશિયા વૈશ્વિક સ્તરે કોલસા આધારિત પાવર પ્લાન નિર્માણ અને ઉપયોગમાં મોકરે છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની સૌથી ખરાબ અસર પણ આ દેશો પર જ પડી શકે છે અને આ દેશો ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું જળસ્તર વધવાથી ઘણા ટાપુ દેશો નાશ પામવાની સંભાવના છે.
ગ્લોબલ વોર્મિંગ ની અસર ના અનુમાન વચ્ચે પશ્ચિમ ભારતમાં સમુદ્ર આપત બની આગળ વધી રહ્યો છે અને અહીંની સ્થિતિને જોતા ગ્લોબલ વોર્મિંગ નું શિકાર બનતું ગુજરાત પહેલું રાજ્ય બને તો નવાઈ નહી.IPCC દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ વેધર રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું
કે વર્ષ 2100 માં ભારતના બાર દરિયાકાંઠાના શહેરો લગભગ ત્રણ ફૂટ પાણીમાં ડૂબી જશે. આ શહેરોમાં ચેન્નઈ કોચી મુંબઈ અને ગુજરાતના ભાવનગરનો સમાવેશ થાય છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ રિપોર્ટના આધારે સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે.
ગુજરાતના 1600 કિલોમીટર સહીત દેશભરના આશરે 7500 કિલોમીટરના લાંબા દરિયાકાંઠાના અનેક વિસ્તારો હાલમાં ચિંતાનો સામનો કરી રહ્યા છે અને ગુજરાતના સમુદ્ર સૌરાષ્ટ્રના છ અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાને સ્પર્શે છે.
કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ દ્વારા ગ્લોબલ વોર્મિંગ માં વધારો થાય છે અને તેના કારણે ઘણા શહેરો સમુદ્રમાં ડૂબી જશે જેમ જેમ તાપમાન વધે છે તેમ ગલેશિયસ ઓગળશે અને તેમના પાણીથી સમુદ્રનું સ્થળ વચ્ચે જે દરિયાકાંઠાના વિસ્તારોનો વિનાશ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment