સલામ છે આ પાટીદાર યુવતીને! એક સમયે જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ આજે દીકરી જે કામ કરી રહી છે તે જાણીને તમે પણ રડી પડશો…

Published on: 5:37 pm, Tue, 10 May 22

આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી. બધા જ લોકોને સમાન ગણવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં ઉદારદિલની એક સ્ત્રી કે જેઓ 200 બાળકોને યશોદા માં બનીને તેમની કાળજી લઈ રહી છે. વિસ્તૃત માં આ સ્ત્રી રાજકોટના છે જેમનું નામ પુજા પટેલ છે.

તેઓ 200 બાળકો ના યશોદા મા બનીને તેમની સેવા કરે છે અને કાળજી રાખે છે. ત્યારે આ પુજા પટેલ નામની યુવતીના 2004માં જયપુર રહેતા સુરેશભાઈ સાથે થયા હતા. તેમને વર્ષ 2010માં ભગવાનની કૃપાથી પુત્રનો જન્મ થયો હતો ત્યારે દુઃખદ ભરી વાત કરીએ તો ભગવાને દીકરો તો આપ્યો.

પરંતુ એની સાથે એક મોટું દુઃખ પણ આપ્યું હતું કે જેમાં 6 મહિના પછી પુત્ર કોઈ રિસ્પોન્સ આપતો જ નહોતો અને માત્ર રડ્યા જ કરતો હતો. તેથી એ માતા ભાંગી પડી હતી અને કંટાળીને પુત્ર સાથે જ જીવ ટુંકાવવાનો વિચાર કર્યો હતો. પરંતુ ધીમે ધીમે એક ડોક્ટરે તેની જિંદગી બદલી નાખી અને તેને સમજાવવાની કોશિશ કરી હતી.

ત્યારે રાજકોટમાં પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સંસ્થા સાથે જોડાયા અને તેઓ આજે પણ 200 દિવ્યાંગ બાળકોની મા બની ને તેમની કાળજી રાખે છે. તે કહી શકાય કે આ પુજા પટેલ યશોદા માતા બનીને 200 બાળકોની સાળસંભાળ રાખે છે. એટલું જ નહીં પરંતુ પૂજા તેના જીવનમાંથી કંટાળીને જીવ ટુંકાવવા સુધી પહોંચી હતી.

ત્યારે માત્ર એક ડોક્ટરે તેને જયપુર આવીને તેમની સમજાવવામાં આવ્યું હતું કે આ બાળક આજીવન આવું જ રહેશે તેથી તમારે તેની કાળજી રાખવી જોઇએ નહિં કે જીવ ટુંકાવવો જોઇએ. જ્યારે પુજા પટેલ જીવ ટુંકાવવા જઈ રહી હતી ત્યારે તેનો અવાજ સાંભળીને ડોક્ટર બોલી ઉઠ્યા કે બેટા તારે મળવું હોય તો મરજે મને કોઈ વાંધો નથી. પરંતુ મરતા પહેલા મને એકવાર મળજે.

ત્યારે ડોક્ટરે કહ્યું કે જે દીકરા માટે તો મરતી હતી એ દીકરો આજથી મારો અને તને હું આ જવાબદારીથી મુક્ત કરું છું. ત્યારે આ કર્મફળથી તું કેટલા દીવસ રહીશ. એવામાં પૂજાય રડવાનું ચાલુ કર્યું અને તેને તેના દીકરાના અનહદ પ્રેમ પર દયા આવી અને તેણે સંકલ્પ કર્યો કે હું મારા દીકરાને અનહદ પ્રેમ આપીશ અને તેનો ઉછેર કરીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સલામ છે આ પાટીદાર યુવતીને! એક સમયે જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ આજે દીકરી જે કામ કરી રહી છે તે જાણીને તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*