ગુજરાત સાહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. બળદેવ માહિતી અનુસાર પશુઓને બચાવવા જતા આજે આખો પરિવાર દુનિયા છોડીને ચાલ્યો ગયો છે.
પશુઓને બચાવવા જતા તેમની કાર બે કાબુ થઈને એક ડિવાઇડર સાથે અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે, કારમાં સવાર પતિ-પત્ની અને બંને બાળકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ગુલાબસિંહ નેગી હતું અને તેઓ ભુજ એરફોર્સમાં જવાન તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ પોતાની પત્ની તેમજ દીકરી અને દીકરા સાથે જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન પાલી-સુમેરપુર હાઇવે પર તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એરફોર્સના જવાનો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજના સમયે 5.15 વાગ્યાની આસપાસ બની હતી.
પાલી-સુમેરપુરના નેશનલ હાઇવે 62 પર ગુરુદ્વારા બીપી પેટ્રોલ પંપની સામે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ઢોરને બચાવવા જતા તેમને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર ડિવાઈડર ક્રોસ કરીને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં ભુજ એરફોર્સના જવાન ગુલાબસિંહ નેગી, તેની પત્ની અનિતા નેગી, પુત્ર અનિરુદ્ધ અને પુત્રીનું ઘટના સ્થળે નોંધ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર 20 ફૂટ કુદીયા બાદ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનાઓમાં પરિવારના ચારેય લોકોના સ્થળે મોત થયા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારજનોમાં પણ માતામાં છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment