સલામ છે ગુજરાતની આ દિવ્યાંગ દીકરીને…! 80 ટકા શરીર દિવ્યાંગ હોવા છતાં પણ, આ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે…

સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા વીડિયો વાયરલ થતાં હોય છે જે પૈકી આજે એક એવો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે કે જે જોઇને તમે પણ ભાવ થઈ ઉઠશો. વાત જાણે એમ છે કે જેતપુરમાં એક મહિલા દિવ્યાંગ હોવા છતાં જાત મહેનતથી પોતાનું ગુજરાન ચલાવી રહી છે.

જેતપુરમાં રહેતા વંદનાબેન કટારીયા. એ મહિલા વિશે વાત કરીશું તો આ મહિલા પડકારો સામે ઝૂકવામાં નહીં પરંતુ પડકારો સામે જાજુમવામાં માને છે. તેઓ ભલે જન્મથી જ બીમારીથી પીડાઇ રહ્યા હોય અને તેઓ વિકલાંગ હોવા છતાં પોતાની મહેનતથી તે ગુજરાન ચલાવવા માંગે છે.

તો જન્મથી જ એક ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા હતા જેનો કોઈ ઇલાજ નથી. વંદનાબેન pgdca સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ હાલ એકલા જ રહે છે. તેઓએ પોતાના જીવનમાં ક્યારેય હાર માની નથી અને હાલ તો તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે એક ઝેરોક્ષની દુકાન ચલાવી રહ્યા છે.

તેઓ પહેલા STD ચલાવતા હતા અને જે 15 થી 20 વર્ષ પહેલા બંધ થઈ ગયા હતા. વંદનાબેન માત્ર ઝેરોક્ષ નહીં પરંતુ સાથે સાથે જે કોઈને ઓનલાઇન મંગાવવાનું હોય કે પછી તેમને રિચાર્જ કરવાનું હોય એવી બધી જ કામગીરીઓ કે પોતે જાતે કરે છે.

તેઓ અભિનેતા અમિતાભ બચ્ચનના સૌથી મોટા ફેન હોવાથી તેમને લઈને ઘણા પત્રો પણ લખ્યા છે. તેમને અમિતાભ બચ્ચનને મળવા માટે ખૂબ જ ઈચ્છા ધરાવે છે. તેઓ લગભગ ચારથી પાંચ વર્ષના હતા ત્યારથી જ અમિતાભ બચ્ચનના મોટા ફેન છે.

તેઓ અમિતાભ બચ્ચન જોડે ફોનમાં વાત નથી થઈ પરંતુ ઘણીવાર મેસેજ દ્વારા વાત થાય છે. હાલ તો વંદનાબેનના માતા પિતાના અવસાન પછી તેઓ એકલા રહે છે. તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટે એક સામાજિક સંસ્થા છે અને સાથે તેમના પિતાના એક મિત્ર પણ તેમની દેખરેખ રાખી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*