સલામ છે આ ભિખારી…! મહેસાણાના આ ભિખારી ભીખ માંગીને પૈસા ભેગા કરે છે, તમામ રૂપિયા ગરીબો માટે દાન કરે છે…

આપણે બધાએ રસ્તા ઉપર ભીખ માંગતા ભીખારીઓને જોયા હશે અને આપણે પણ આવા લોકોની મદદ કરવા માટે કંઈક ને કંઈક તેમને આપતા હોઈએ છીએ. એવામાં આજે આપણે એક એવા ભિખારી વિશે વાત કરીશું કે જે પૈસાથી ભલે ગરીબ હોય પરંતુ દિલથી અમીર બન્યા છે. મોટે ભાગે બધા ભિખારીઓ પોતાનું પેટ ભરવા માટે રોજ રોજ ભીખ માંગતા હોય છે.

એવામાં આજે એક એવો ભિખારી સામે આવ્યો છે કે જે દિલનો દાતાર બન્યો છે. ભિખારી વિશે વાત કરીશું તો તેનું નામ પ્રજાપતિ ખીમજીભાઈ છે કે જેઓ હાલ મહેસાણાના રહેવાસી છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે ભીખ માંગીને પૈસા ભેગા કરે છે. આ ભિખારી કંઇક અલગ છે કે જે પોતે ભીખ માંગીને જે પૈસા આવે છે.

તે બધા જ રૂપિયા બીજાને દાનમાં આપી દે છે. આપણે સૌ આવા ખીમજીભાઈ જેવા ભિખારી કોઈ દિવસ જોયા નહીં હોય કે જેઓ પોતે આવી રીતે ભીખ માંગીને પૈસા ભેગા કરી સમાજ સેવાના નામે દાનમાં આપી દેતા હોય છે. કહી શકાય તો ખીમજીભાઈ આવા કાર્યથી માનવતા મહેકાવી રહ્યા છે અને સૌ કોઈ લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

ખીમજીભાઇ પોતાના સમાજસેવાના કામના લીધે આજે સમગ્ર મહેસાણામાં પ્રખ્યાત બન્યા છે. આજે અમે તમને ખીમજીભાઇ વિષે એક વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જશો ત્યારે આ ખીમજીભાઈ ગરીબ કરની 10 દીકરીઓને સોનાની બુટીઓ પણ ભેટમાં આપી હતી.

તેમની પાસે જેટલા પણ પૈસા ભેગા થાય છે એ બધા જ તેઓ કંઈક ને કંઈક સેવાના કાર્યોમાં વાપરી નાખે છે. એવામાં કેરળમાં આવેલા પૂર સમયે લોકોની મદદ માટે પણ દોડી ગયા હતા તો કેટલાક પૈસા તેમને શાળાઓ અને હોસ્પિટલમાં દાનમાં આપી દીધા અને સેવાનું કાર્ય કરી રહ્યા છે.

આ ખીમજીભાઈને ગંભીર બીમારી હોવાથી તેમનું થોડા સમયમાં જ મૃત્યુ થઈ ગયું છે અને આજે સૌ કોઇના દિલમાં વસી ગયા છે.જ્યારે પણ ખીમજીભાઈ રસ્તા પર ભીખ માંગતા દેખાઈ જતા કે તરત જ લોકો પોતાની ગાડી ઉભી રાખીને તેમની પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરતા હતા. હાલ તો ખીમજીભાઈ આપણી સમક્ષ નથી પરંતુ તેમની યાદો બધાના દિલમાં વસી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*