સલામ છે ખજૂર ભાઈને…! ખજૂરભાઈ દીકરો બનીને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ગિરનારની યાત્રા કરાવી…

Published on: 6:18 pm, Wed, 1 June 22

ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો. આજે તેઓએ સૌ કોઇના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે.‌ ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે ત્યારે ફરી એકવાર એક નવો કીસ્સો સામે આવ્યો છે.

ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમિયાન કેટલાય લોકો બેઘર બન્યા હતા, ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. જેની ખુશીમાં તેઓ પોતાના સ્ટાફ સાથે દુબઈના પ્રવાસે પણ ગયા હતા. તેઓએ કરોડોનો ખર્ચો કરીને લોકોના ચહેરા પર ખુશી લાવ્યા હતા. આજે ફરી એકવાર ખજૂર ભાઈ લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે.

હમણાં જ ખજૂરભાઈ એ જાહેરાત કરી છે કે, વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધોને તેઓ જુનાગઢ ની જાત્રા કરાવશે. રોપ-વેમાં બેસાડીને તેવો ગિરનાર પર્વત પર રહેલા ભગવાનના દર્શન કરાવશે અને વધારામાં જો કોઈ પણ વસ્તુની જરૂર પડશે તો તેઓ ચોક્કસ પણે મદદ કરશે.

મદદ કરવાની સાથે સાથે તેઓ લોકોને બે પલ નો આનંદ પણ અપાવી રહ્યા છે. ત્યારે ખરેખર ખજૂરભાઈ લોકોના દિલમાં ઉતરી ગયા છે. આ ઉપરાંત અન્ય બાબતોની વાત કરીએ તો, ખજૂરભાઈ એ શિયાળાની ઋતુમાં લોકોમાં ધાબળા નું વિતરણ કર્યું હતું. જેથી લોકોને ઠંડીમાં રાહત મળી શકે.

ખજુરભાઈના તો વખાણ કરીએ તેટલાં ઓછાં છે. તેઓ કોઈપણ વ્યક્તિને તકલીફમાં જોઈ શકતા નથી. તેઓને ખબર પડે કે આ વ્યક્તિ અહીં તકલીફમાં છે કે તેઓ તરત જ દોડીને તેમની મદદ માટે પહોંચી જાય છે. નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈ ના મુખે ચર્ચાઈ રહ્યા છે.

તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઇ માં નથી હોતી, પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજુર ભાઈને કેટલાય વૃદ્ધોના આશીર્વાદ મળે છે, તો કેટલાય લોકોનો પ્રેમ! આ જ કારણ છે કે તેઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!