ગુજરાત રાજ્યમાં રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. રખડતા પશુઓના કારણે અત્યાર સુધીમાં થનાર અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કુતિયાણા નજીક પશુને બચાવવા જતા પોલીસની બોલેરો કાર ફૂલના ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 34 વર્ષીય PSI જોગદીયાનું નિધન થયું હતું.
તેમનું મૃત્યુ થતાં જ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ ખોવાઈ ગયો હતો. તો ચાલો આજે આપણે આ સમગ્ર દુઃખદાય કે ઘટના વિશે વિગતવાર વાત કરીએ. વિડીયો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, પીએસઆઇ જેસિંગભાઈ જેઠાભાઈ જોગદીયા અને કોન્સ્ટેબલ કિશનભાઇ મકવાણા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર પરત આવ્યા હતા.
અને વહેલી સવારે હાઇવે ઉપર તેઓ પોલીસની બોલેરો કારમાં જઈ રહ્યા હતા. ત્યારે કૃતિયાણા નજીક અચાનક જ તેમની કારની સામે કોઈ પશુ આવી ગયું હતું. તેને બચાવવા જતા તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમીર અકસ્માતની ઘટનામાં પીએસઆઇ શ્રી જોગદીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેથી તેમને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. જ્યારે આ અકસ્માતનો ભોગ બનેલા કિશનભાઇની સારવાર હાલમાં ICUમાં ચાલી રહી છે. PSI જેસિંગભાઈનું નિધન થતા જ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયું હતું.
પીએસઆઇ વિશે વિગતવાર વાત કરીએ તો તેમનો જન્મ 17/2/1988ના રોજ થયો હતો અને તેઓ દલિત પરિવારમાંથી આવતા હતા. તમને જણાવી દઈએ કે તેમને પોતાના વતનમાં રાજુલામાં દલિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને પ્રશંસાનીય કામગીરી કરી હતી. તેમની અંતિમક્રિયા તેમના મૂળ ગામમાં કરાશે. આ બનાવના પગલે પોલીસ બેડામાં પણ માતમ છવાયેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment